વાતાવરણમાં અચાનક પલટો:ડાંગમાં વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત, ડુંગળીનો પાક બગડવાની ભીતિ

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં બે-ત્રણ દિવસથી ડાંગના કેટલાક વિસ્તારમાં ઝડપી પવનો ફૂકાઈ રહ્યાં હતા. ત્યારે ગત રોજ સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતાં બપોર સુધી ધુમ્મસ છાયું વતાવરણ રહ્યું હતું. બાદમાં આજે સવાર થી આકાશમાં વાદળો દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ડાંગ જિલ્લામાં હાલ છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીની રોપણી પુર જોશમાં ચાલી રહી છે અને ઠંડી પણ વધુ પડી રહી હતી. ત્યારે ડુંગળીનો પાક ઠંડીમાં વધુ ઉતાર આપતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. પરંતુ અચાનક વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યાં હતા.

ધુમ્મસિયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઓછી થતાં પહાડી વિસ્તારના રસ્તામાં વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે ગિરિમથક સાપુતારામાં વાતાવરણ આલ્હાદક બનતા પ્રવાસીઓએ ઠંડીની મઝા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...