ડાંગના ગિરિમથક સાપુતારા સહિત આહવા અને વઘઇ પથંકમાં સતત પાંચમાં દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ઉનાળાની શરૂઆતમાં લોકોને શીત લહેરનો અહેસાસ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસથી ગિરિમથક સાપુતારા સહિત વઘઇ આહવા પંથકમાં ગાજવીજ અને બરફના કરા સાથે કમોસમી વરસાદ પડતાં ડાંગના લોકોનું જનજીવન વિકટ પરિસ્થિતિમાં મુકાયું છે. ગતરોજ આહવા, વઘઇ અને સાપુતારા સહિત સમગ્ર પંથક સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ આજ રોજ ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા અને વઘઇના ગામડાઓમાં રવિવારે બપોર બાદ ક્યાં ધોધમાર તો કોઈ જગ્યાએ મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.
જિલ્લામાં વરસતા કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડુતોનો શિયાળાનો તૈયાર પાક વટાણા, મસુર મગ ચણા સહીત આંબાનાં ફળને જંગી નુકસાન થયાની ભીતિ વર્તાઈ હતી. જ્યારે વઘઇ તાલુકા પંથકમાં બપોર બાદ ધોધમાર ખાબકેલા કમોસમી વરસાદનાં પગલે બરડા દગડઆબા જેવા ગામોમાં નાળા છલકાઈ જતા માર્ગો પાણીથી તરબતર થતા ચોમાસાની ઋતુ જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ કમોસમી વરસાદના કારણે પાંચ દિવસથી કુદરતનો મિજાજ બગડતાં ડાંગના લોકોનું જનજીવન ચિંતિત બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.