નિર્ણય:માલેગાંવ નાકા-નાસિક રોડના તમામ વાહનધારકોને પ્રવેશ કરમાંથી મુક્તિ

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીનો નિર્ણય

ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારામા આવેલ નોટિફાઇડ એરિયા કચેરી દ્વારા માલેગાવ નાકા તથા નાસિક રોડ નાકા પરથી પસાર થતા વાહન ધારકોને જણાવવામા આવ્યું છે કે, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે માલેગાંવ ઘાટ માર્ગના રસ્તાને ઘણા નુકસાન થયા હોવાથી પસાર થતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

આ ઉપરાંત સાપુતારામાં આવતા નાના વાહનોની સંખ્યામા પણ ઘટાડો થયો છે. નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા વાહનોની સંખ્યામા ઘટાડો થયો હોવાથી ઇજાદારને આર્થિક નુકસાન થયુ છે.

ઇજાદારને થયેલા નુકસાનને ધ્યાનમા લઈ 3જી ઓગસ્ટના રોજ રાત્રિના 12 કલાકથી 2જી સપ્ટેમ્બરના 23:59 કલાક સુધી ઇજાદારને પ્રવેશ કર (ટોલટેક્ષ) વસુલવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી 3જી ઓગસ્ટની રાત્રિના 12 કલાકથી 2જી સપ્ટેમ્બર 2022ના રોજ 23:59 કલાક દરમિયાન નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી બન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો પ્રવેશ કર (ટોલટેક્ષ) આપવાનો રહેતો નથી. જેની નોંધ લેવા સાપુતારા નોટીફાઇડ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...