ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો:ડાંગમાં પૂર્વ મંત્રી વસાવાની જાહેરસભા યોજાઈ; સરપંચ સહિતના સમર્થકો ભાજપમાં જોડાયા

ડાંગ (આહવા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, સુબિર તાલુકાના 4 સરપંચ 1 માજી જિલ્લા પંચાયતના સભ્ય તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ બેઠકના ભાજપના ઉમેદવાર વિજય પટેલના ચૂંટણી પ્રચાર માટે પૂર્વ મંત્રી ગણપત વસાવાની ડાંગ જિલ્લાના સુબિર ખાતે જાહેરસભા યોજાઈ હતી.

કોંગ્રેસના ગઢમાં ચૂંટણી પહેલા ગાબડું
ચૂંટણી પ્રચાર દરમિયાન સુબિર તાલુકાના મહાલ ગામના સરપંચ અને સભ્યો સહિત સમગ્ર ગામ અને સિંગાણા ગામના સરપંચ, પીપલાઇદેવી સરપંચ સહિત ગારખડી પંચાયત હસ્તકના ઝરીગામના આગેવાનોએ મોટી સંખ્યામાં કોંગ્રેસને રામરામ કર્યા હતા. ત્યારબાદ ગણપત વસાવના હસ્તે ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસનો ગઢ ગણાતા સુબીર તાલુકામાં ચૂંટણી પહેલા ગાબડું પડતા ભાજપ વધુ મજબૂત બન્યું છે.

વઘઇ ખાતે ભવ્ય જાહેરસભા યોજાઈ
સાથોસાથ વઘઇ તાલુકાના કાલીબેલ અને વઘઇ ખાતે ભવ્ય જાહેરસભા યોજાઈ હતી. આ સભાને સંબોધતા મંગળ ગાંવિતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપાની સરકાર છે. ગરીબ લોકોને સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ આપવામાં આવી છે. જંગલની જમીન હોય કે ખેતીની અનેક યોજના થકી લોકો પગભર થયા છે. કોંગ્રેસને ચૂંટણી ટાણે માત્ર આદિવાસીઓને ગુમરાહ કરી મહાકાય ડેમો બનાવી વિસ્થાપિત થવાનો ડર બતાવી ગુમરાહ કરે છે. કોંગ્રેસ પાસે લોકોના વિકાસના કોઈ મુદ્દા ન હોવાથી રઘવાય બની છે. આજે સમગ્ર રાજ્ય કોંગ્રેસ મુક્ત થયું છે. આગામી દિવસોમાં કોંગ્રેસના સૂપડાસાફ થશે.

જંગી બહુમતીથી વિજેતા બનશે તેવો હુંકાર
પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાએ સરકારના વિકાસના કામોને આદિવાસી સમાજ માટેની વિવિધ યોજનાઓની વાતો કરી હતી. ડાંગના અંતરિયાળ વિસ્તારના માર્ગો, આરોગ્ય સુવિધાઓ, અધ્યતન એકલવ્ય સ્કૂલો, સહીત પાયાની સુવિધાઓ છેલ્લા 27 વર્ષમાં પૂર્ણ કરી આદિવાસી ઓને ગર્વભેર જિંદગી જીવવા સુવિધાઓ પૂર્ણ કરાઈ છે. તેમણે ધારાસભ્યના ઉમેદવાર વિજય પટેલ 71હજારની જંગી બહુમતીથી વિજેતા બનશે તેવો હુંકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...