સુવિધા:ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે ઓનલાઇન સેવાઓ ઉપલબ્ધ કરાઇ

આહવા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂંઝવણ અનુભવતા મતદારો માટે સેવા મહત્વની બની રહેશે

ગુજરાતને આંગણે આવી પહોંચેલા લોકશાહીના મહા ઉત્સવના અવસર વેળાએ, ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના સાચા રખેવાળ એવા મતદારો માટે વિવિધ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. જેના ઉપર એક નજર કરી લઈએ.

વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ આ એપ દ્વારા મતદાર નોંધણી, મતદાર યાદીમા નામ તથા વિગતની ચકાસણી, ફેરફાર માટેની અરજી આપી શકાય છે, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેની અરજી, નવા મતદાર ફોટો ઓળખપત્ર માટેની અરજી, મતદાર યાદીમાં આધાર નંબર લિંક કરવા માટેની અરજી આપી શકાય છે, બી.એલ.ઓ. તથા મતદાન મથક અંગેની માહિતી અને ચૂંટણી, ઉમેદવારો, રાજકિય પક્ષો, E.V.M, ચૂંટણીના પરિણામો, જેવી વિવિધ માહિતી મેળવી શકાય છે.

વેબસાઈડ મોબાઈલ એપમા મળતી બધી જ સુવિધાઓ વેબસાઈટ મારફત કે ડેસ્કટોપ અને લેપટોપ મારફત મેળવવા માટે N.V.S.P. પોર્ટલ (www.nvsp.in) અથવા વોટર પોર્ટલ (www.voter portal.eci. gov.in) વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે. PwD એપઆ દિવ્યાંગ મતદારો માટેની ખાસ એપ છે. આ એપ દ્વારા દિવ્યાંગ મતદારો ઉપર જણાવ્યા પ્રમાણેની દરેક સેવાઓ મેળવી શકે છે. આ ઉપરાંત એપના માધ્યમથી તેઓ મતદારયાદીમા પોતાનો દિવ્યાંગ તરીકે માર્ક કરાવી શકે છે.

મતદાનના દિવસે વ્હીલચેર અથવા ટ્રાન્સપોર્ટની સુવિધા માટે રિકવેસ્ટ મુકી શકે છે. ચૂંટણીલક્ષી સેવાઓ મેળવવા માટે પોતાના B.L.O. નો માર્ક કરવા માટેનો સંદેશો મુકી શકે છે.1950- હેલ્પલાઈન કોઈ પણ મતદાર, મતદારયાદીની અથવા મતદાર ફોટો ઓળખપત્રને લગતી મુશ્કેલી, પ્રશ્ન કે જાણકારી માટે 1950 નંબર ઉપર નિ:શુલ્ક ફોન કરીને માહિતી મેળવી શકે છે. આ માટે 1950ની આગળ જે તે જિલ્લાનો STD કોડ ડાયલ કરવાનો રહે છે.

VIGIL એપ આ એપની મદદથી ચૂંટણી આદર્શ આચાર સંહિતાના ભંગ બાબતે ચૂંટણી તંત્રને ફોટો કે વિડીયો સાથે સીધુ રીપોર્ટિંગ કરી શકાય છે. રીપોર્ટ અપલોડ કર્યાના 100 મિનિટ જેટલા સમયમા જ ફરિયાદ ઉપર કાર્યવાહી કરી, તેનો નિકાલ કરવામા આવે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...