રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ યોજાઈ રહેલા 'નારી વંદન ઉત્સવ' કાર્યક્રમના પ્રથમ દિવસે આહવા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામા આવી હતી. આહવાની નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત તજજ્ઞો દ્વારા કાયદાકીય માર્ગદર્શન પૂરુ પડાયુ હતુ. જેમા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી.સોરઠીયા દ્વારા કાયદાકીય વિષયે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. સાથે 181-અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ડેમો એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવી હતી. દરમિયાન મહિલાલક્ષી ચાલતી વિવિધ યોજનાઓ અને સેન્ટરો વિષેની માહિતી પણ સંબંધિતો દ્વારા પુરી પડાઈ હતી.
બેટી બચાવો, બેટી પઢાવો વિષયક શપથ પણ લેવડાવાયા
એલ.સી.બી.ના પી.એસ.આઇ. શ્રી જે.એસ.વળવી દ્વારા સાઇબર ક્રાઈમ વિશે મહિલાઓને ઉપયોગી ટીપ્સ પુરી પાડવામા આવી હતી. સાથે પોલીસ વિભાગ દ્વારા સ્વબચાવ સુરક્ષા નિર્દેશન અંગે સ્વ રક્ષણના દાવ કરીને, નિદર્શન પણ રજૂ કારવામા આવ્યુ હતુ. કાર્યક્રમના ભાગરૂપે બેટી બચાવો, બેટી પઢાવો વિષયક શપથ પણ લેવડાવાયા હતા.
કાર્યક્રમમાં નર્સિંગ કોલેજની વિધ્યાર્થીનીઓ સહભાગી બની
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કમળાબેન એચ. રાઉત, ડી.વાય.એસ.પી શ્રી ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી એસ.ડી. સોરઠીયા, પી.એસ.આઈ. શ્રી જે.એસ વળવી, 181-અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર, તથા સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, PBSC તેમજ નર્સિંગ કોલેજની વિધ્યાર્થીનીઓ સહભાગી બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.