રજૂઆત:કોટબા પ્રાથમિક શાળાના છાત્રોને બીજા ગામની શાળામાં ખસેડશો નહીંઃ વાલીઓ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા ઓરડાનું બાંધકામ પૂર્ણ થયા બાદ જુના ઓરડાનું ડિમોલિશન કરવા કલેક્ટરને રજૂઆત

આહવાના કોટબા પ્રાથમિક શાળાનું બાંધકામ થનાર હોય વિદ્યાર્થીઓને બીજા ગામની શાળામાં અભ્યાસ માટે જવા બાબતે વાલીઓ પાસેથી સમંતિપત્ર નહીં લેતા વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી નવા ઓરડાનું મકાન બાંધકામ પૂર્ણ થયા બાદ જૂના ઓરડાઓનું ડિમોલિશન કરવા રજૂઆત કરી છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના કોટબા પ્રાથમિક શાળાના વાલીઓ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના નવા ઓરડાનું મકાન બાંધકામ પૂર્ણ થયા બાદ જૂના ઓરડાઓનું ડિમોલિશન કરવા કોટબા ગામે 11 ઓરડાનું ડિમોલિશન માટે હરાજી થઈ છે. પ્રાથમિક શાળા માટે 13 ઓરડાનું નવું મકાન બનાવવા માટે મંજૂર થયા છે, આ નવુ મકાન બનાવવા ડિમોલિશન માટે હરાજી થયેલ 11 બધા ઓરડાનું ડિમોલિશન કરવુ તેમ જણાતું નથી, જેથી નવા મકાનના બાંધકામ માટે માત્ર નડતર રૂપ એવા ઓરડાઓને જ તોડવામાં આવે અને બાકી રહેલ ઓરડાનું ડિમોલિશન નવુ મકાનનું બાંધકામ પૂર્ણ થાય પછી કરવામાં આવે તો મોટી સંખ્યાના નાના બાળકોનું શિક્ષણ કાર્ય ગામની શાળામા જ થાય જેથી બાળકોની નિયમિત હાજરીની સાથે અભ્યાસ પણ બગડે નહીં અને અભ્યાસ માટેનું વાતાવરણ પણ સારૂં મળી રહે તેમ છે.

કોટબા પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 8ના કુલ-430 જેટલા બાળકો અભ્યાસ કરે છે. શાળાના 11 ઓરડા તોડવામાં આવશે તો બાળકો અભ્યાસ માટે નજીકની શાળામાં ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા કરવી પડશે પરંતુ વાલીઓ ટ્રાન્સ્પોર્ટેશન માટે સહમત નથી કારણ કે નાના બાળકોને ટ્રાન્સ્પોર્ટેશન દરમિયાન કોઇ અકસ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી વાલીની રહેશે તેવું સંમતિપત્ર માં સ્પષ્ટ દર્શાવ્યું છે .

શાળાના આચાર્ય કે ગામના આગેવાનો બાળકોની જવાબદારી લેવા માંગતા નથી. ચોમાસુ અને શિયાળાની સિઝનમાં 430 બાળકોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં મુશ્કેલી ઉભી થશે. જો તમામ બાળકો માટે ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા કરવામાં આવશે તો ઘણા એવા બાળકોની હાજરી અનિયમિત થઇ જશે. આ સાથે બાળકોના પાયાનો અભ્યાસ પણ બગડશે.

ડિમોલિશન બાબતે શાળાના આચાર્યએ SMC કમિટી તેમજ વાલીઓને વિશ્વાસમાં લીધા વગર પોતાનો મનમાની કરી કારભાર કર્યો છે. અશિક્ષિત વાલીઓ પાસે સંમતિ પત્રક ઉપર સહી અંગુઠા લીધા છે. આ બાબતે કોઇ વાલી મિટિંગ પણ રાખી ન હતી. બાળકોનો અભ્યાસ બગડે નહીં અને કોઇ બાળક શિક્ષણથી વંચિત રહીં નહીં જાય તેમજ ગામના બાળકોનું હિત વિચારી બાળકોનું શિક્ષણકાર્ય ગામમાં જ થાય એવી રજૂઆત કરાઈ હતી .

અન્ય સમાચારો પણ છે...