ખેડૂતનોની ચિંતા વધી:ડાંગમાં દિવાળી ટાણે વરસાદી માહોલ, વધઇમાં એક ઈંચથી વધુ ખાબક્યો

ડાંગ (આહવા)2 મહિનો પહેલા

ડાંગ જિલ્લમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચુકી હતી અને ધરતીપુત્રો પાકની કાપણીની શરૂઆત કરી હતી, પરંતુ ગઈકાલ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વધઇમાં 27 મિમી,, સાપુતારામાં 20 મિમી અને આહવામાં 9 મિમી વરસાદ પાડ્યો હતો. પડેલા વરસાદને કારણે કાપણીના આરે આવેલ પાકને નુકશાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર થયા હતા.જો વરસાદ આજ પ્રમાણે આવશે તો ખેડૂતોએ મોટું નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...