બેઠક:ડાંગના સુબીરમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિન કાર્યક્રમ યોજાશે

આહવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર ઘર તિરંગા અંતર્ગત ડાંગ કલેકટર કચેરીમાં બેઠક મળી

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા મંગળવારે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષતામા ઉચ્ચસ્તરીય બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતું. સરકારના ‘હર ઘર તિરંગા’ સ્વતંત્રતા દિવસની ઉજવણી, વિશ્વ આદિવાસી દિનની ઉજવણી તેમજ વન મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો અંગે સમીક્ષા કરવામા આવી હતી. 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સુબીરમાં નવજ્યોત માધ્યમિક શાળામા યોજવામા આવનાર છે. વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ દગડીઆંબામાં અને આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ગડદમાં યોજવામા આવશે.

આ કાર્યક્રમમા આયોજન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા તેમજ નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગાવિતે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. આ પ્રંસગે ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ જણાવ્યુ હતું કે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ આપણો પોતાનો કાર્યક્રમ છે. જેમા દરેક વર્ગ, સમાજ, ધર્મ, દરેક વ્યક્તિ અને ઘરના લોકો, વિદ્યાર્થીઓ સહભાગી થાય તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલથી પ્રયાસ કરવા જિલ્લા અધિકારીઓને આહવાન કર્યું હતું.

9મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણીના ભાગરૂપે પ્રાયોજના વહીવટદાર કે. જે. ભગોરાએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ડાંગ સ્વરાજ આશ્રમમાં યોજાશે. 12મી ઓગસ્ટ જિલ્લામા ‘વન મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા જિલ્લા લેવલનો કાર્યક્રમ સુબીરમાં યોજાનાર છે. આહવામાં તાલુકા કક્ષાનો અને વઘઈ ગીરા ધોધ પાસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ‘વન મહોત્સવ’ મા જિલ્લામા 7 લાખ રોપાઓનુ વિતરણ કરવામા આવશે. આ બાબતે ઉત્તર વન વિભાગના ડીસીએફ દિનેશભાઇ રબારીએ જરૂરી વિગતો અને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...