વારસદારોને સહાયની ચૂકવણી:આહવા તાલુકાના માનવ મૃત્યુના 2 કેસના વારસદારોને મૃતક દીઠ રૂપિયા ચાર લાખના ચેકનું વિતરણ

ડાંગ (આહવા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ 7 જેટલા માનવ મુત્યુના કેસો નોંધાયા
  • આજદિન સુધી નોંધાયેલા કુલ ત્રણેય કેસોમાં સહાયની ચુકવણી કરી દેવામાં આવી

ડાંગ જિલ્લામાંં ગત દિવસોમાં મુશળધાર વરસાદના કારણે નદીઓમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પુરમાં ઘરવખરીનો સામાન, પશુ તેમજ માનવ મુત્યુથી ભારે નુકસાન થવા પામ્યું હતું. જેમા રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી તાત્કાલિક ધોરણે મુત્યુ પામનાર વ્યક્તિઓના વારસદારોને સહાયની ચુકવણી કરવામા આવી રહી છે. ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 7 જેટલા માનવ મુત્યુના કેસો નોંધાયા છે. જેમાં આજે આહવા તાલુકાના 2 માનવ મુત્યુના કેસમાં તેમના વારસદારોને સહાય ચૂકવવામાં આવી છે.

આજે 2 માનવ મુત્યુના કેસમાં તેમના વારસદારોને સહાય ચૂકવવામાં આવી
આજે આહવા તાલુકાના 2 માનવ મૃત્યુના કેસમા (કડમાળ અને હારપાડા) તેમના વારસદારોને જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, આહવા તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ચૌધરી, સામાજિક આગેવાન હીરાભાઈ રાઉતની ઉપસ્થિતમાં વ્યક્તિ દીઠ ચાર લાખની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ માનવ મૃત્યુના એક કેસમાં રૂ. 4 લાખની સહાય તેના પરિવારને ચૂકવી દેવામાં આવી છે. આમ, આહવા તાલુકામાં આજદિન સુધી નોંધાયેલા કુલ ત્રણેય કેસોમાં સહાયની ચુકવણી કરી દેવામાં આવી છે.

આજદિન સુધી નોંધાયેલા કુલ ત્રણેય કેસોમાં સહાયની ચુકવણી કરી દેવામાં આવી
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિતે જણાવ્યું હતું કે, 11 અને 12 જુલાઈના રોજ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી જતાં નદીઓમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેમા માનવ મુત્યુના બનાવો પણ બન્યા હતા. જે અંગે આગેવાનો દ્વારા માહિતી મેળવી તાત્કાલિક સહાય આપવાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. આવા પ્રસંગે સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ કામ કરે છે, જે આવકારદાયક છે.

અન્ય સમાચારો પણ છે...