રજુઆત:ડાંગ જિલ્લામાં બાકી રહેલા સ્થાનિકોની જમીનનાં કાયમી પ્લોટની માંગણી, કલેક્ટરને આવેદનપત્ર

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેકટરને આવેદન આપી રહેલા નવાગામના મૂળ નિવાસીઓ. - Divya Bhaskar
કલેકટરને આવેદન આપી રહેલા નવાગામના મૂળ નિવાસીઓ.

થોડા દિવસ પૂર્વે રાજ્યનાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલનાં હસ્તે ગિરિમથક સાપુતારાનાં વિકાસમાં જમીન ગુમાવી યોગદાન આપનાર અને વિસ્થાપિત એવા 41 ખેડૂત ખાતેદારોનાં સીધી લીટીનાં અને આડી લીટીનાં કુલ 242 વારસદારોને 1 રૂપિયાનાં નજીવા ટોકન દરે 99 વર્ષનાં ભાડાપેટે રહેણાંક પ્લોટનાં સનદ અપાયા હતા. આઝાદીનાં દાયકાઓ બાદ લડત અને રજૂઆતનાં પગલે રાજ્ય સરકાર દ્વારા ગિરિમથક સાપુતારા નવાગામનાં 242 વારસદારોને પ્લોટની ફાળવણી કરતા અહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજુ નવાગામનાં 16 જેટલા રહેવાસીઓ પ્લોટનાં સનદનાં હક્કોથી બાકી રહી જતા દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે.

સાપુતારા નજીકનાં નવાગામમાં છેલ્લા 40 વર્ષથી વસવાટ કરી ધંધો-રોજગાર મેળવનાર લોકો દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે સોમવારે કલેક્ટરને આવેદન આપ્યું હતું. નવાગામનાં 16 પરિવારના લોકો જમીન પ્લોટનાં હક્કથી વંચિત ર હી જતા તેઓએ જમીન પ્લોટ હક્ક માટે માંગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યુ છે કે 12મી ફેબ્રુઆરી 2022નાં રોજ રાજ્ય સરકાર દ્વારા નવાગામવાસીઓને જમીન હક્ક પત્રક આપ્યા હતા પરંતુ 16 જેટલા લોકો જેઓ અન્ય જિલ્લા રાજ્યમાંથી નવાગામ ખાતે વસવાટ કરતા હોવાથી તેઓને જમીન હક્કપત્ર અપાયા નથી.

તેઓના જણાવ્યાનુસાર માપણી વખતે તેઓનાં પ્લોટની પણ માપણી કરવામાં આવી હતી. તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી સરકાર દ્વારા વંચિતોને પણ હક્ક પત્રક આપવામાં આવે તેવી માંગણી કરી છે. છેલ્લા 40 વર્ષથી તેઓ સાપુતારાનાં નવાગામ ખાતે વસવાટ કરી રહ્યાં છે. તેઓને પણ સરકાર દ્વારા 99 વર્ષનાં પટ્ટે જમીનનાં પ્લોટની ફાળવણી કરી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...