રજૂઆત:ભાપખલ ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા આસપાસનાં પંથકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં શામગહાન રેંજના ભાપખલ ગામે છેલ્લા એક મહિનાથી દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાએ ભાપખલ ગામમાં 15થી વધુ મરઘાઓનું મારણ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. આ દીપડો રોજેરોજ સવારે અને સાંજનાં અરસામાં ગામ નજીકનાં જંગલ વિસ્તારમાં દહાડ કરતો સાંભળવા મળી રહ્યો હતો.જેથી ગ્રામજનોએ આ દીપડાને પાંજરે પુરવા શામગહાન રેંજમાં અરજી આપી હતી.

ડાંગ જિલ્લાનાં ભાપખલ ગામે મરઘાનાં શિકાર બાદ આ દીપડો પાલતુ પ્રાણીઓનાં શિકાર તરફ વળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગતરોજ રાત્રિનાં અરસામાં આ દીપડાએ ભાપખલ ગામનાં પશુપાલક મંજુલાબેન પરસ્યાભાઈ વાહુટનાં ઘરનાં પાછળનાં વાડામાં ઘુસી જઈ વાછરડીનું મારણ કર્યુ હતું. દીપડાએ વાછરડીનું મારણ કરતા આ પશુપાલક દ્વારા શામગહાન રેંજનાં આરએફઓને લેખિતમાં રજૂઆત કરી વળતરની માંગ સાથે આ દીપડાને પાંજરે પુરી અન્યત્ર ખસેડવાની માંગ કરી છે.

દક્ષિણ ડાંગનું શામગહાન રેંજ વિભાગ ભાપખલ ગામને ભયમુક્ત બનાવે તે જરૂરી છે. આસપાસના વિસ્તારોમાં દીપડાએ કરેલા મારણની ઘટના છેલ્લા કેટલાક સમયમાં બની છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...