ડાંગની દીકરીઓની અદાકારીને રૂપેરી પરદે રજૂ કરતુ 'વંદે માતરમ' ગીત આજે, એટલે કે તા.૭મી ઓગસ્ટે રિલીઝ થઈ રહ્યુ છે. Spotify, Jiosaavn, Gaana, Youtube જેવા દેશના 40 થી વધું મોટાં ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દેશવ્યાપી રિલીઝ થઈ રહેલા 'વંદે માતરમ' ગીતનુ ફિલ્માંકન ગુજરાત સહિત રાજસ્થાન, કેરેલા, લેહ લદાખ, અને જમ્મુ કાશ્મીર જેવા ખુબસુરત પ્રદેશોમાં કરાયું છે.
ડાંગની પહાડી ચીડિયા સીમરન પટેલે સ્વરાંકન કર્યું
હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે 'વંદે માતરમ' ધૂનનું નિર્માણ કરાવ્યું છે. જેમા ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે. તો ડાંગની પહાડી ચીડિયા તરીકે ઓળખાતી ચૌદ વર્ષિય સીમરન પટેલે 'વંદે માતરમ' ગીતનું સ્વરાંકન કર્યું છે.
ફિલ્મના માધ્યમથી લાખો યુવક યુવતીઓને પ્રોત્સાહિત કરતી ડાંગની આ બન્ને દિકરીઓ 'વંદે માતરમ' ગીત થકી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહેલા દેશના અને ખાસ કરીને ડાંગના પ્રજાજનોમા રાષ્ટ્રભાવના જગાવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.