ડાંગના રમતવીરો ઝળકયા:તમિલનાડુના કોઇમ્બતુર ખાતે યોજાયેલા નેશનલ માર્શલ આર્ટસ કાલેરીપાયટુ ચેમ્પિયનશિપમાં ડાંગના સ્પર્ધકોએ મેડલ મેળવ્યા

ડાંગ (આહવા)20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના તેજસ્વી તારલાઓ નેશનલ માર્શલ આર્ટસ કાલેરીપાયટુ ચેમ્પિયનશિપ KFI & AKFI ના સંયુક્ત ઉપક્રમે “કોઇમ્બતુર ( તામિલનાડુ)ખાતે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં ગુજરાત તરફથી ભાગ લેનાર સહીત ડાંગના 9 અને 1 ધરમપુરમાંથી આમ 10 સ્પર્ધકોએ નેશનલ માર્શલ આર્ટસ કાલરીપાયટુ ચેમ્પિયનશિપ 2023 માં ભાગ લીધો હતો.

કોઇમ્બતુર ખાતે યોજાયેલી ચેમ્પિયનશિપમાં દસે દસ યુવાઓએ મેડલ લાવી સમગ્ર ગુજરાતનું તેમજ ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું હતુ. તા.7/8/2023 કોઈમ્બતુર (તામિલનાડુ) માં યોજાયેલા “નેશનલ માર્શલ આર્ટ્સ કાલરીપાયટ્ટુ ચેમ્પિયનશીપમાં ગુજરાતે 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા છે.

કોચ:
1.માસ્ટર બી.મેથ્યુ

2.ધનરાજ બી.ગાવીત

મેડલ વિજેતા ખેલાડીઓ
1. ચૌધરી અમિત એમ.

2. વાડુ સુનિલ એસ.

3. ચૌધરી સતીષ એસ.

4. બાગુલ કુણાલ જી.

5. પવાર મિનેશ એસ.

6. ચૌધરી ફિરોજ ટી.

7. પવાર અમિત કે.

8. બાગુલ નિતેશ ટી.

9. પવાર પાયલ એમ.

10.ગુપ્તા દર્શના (ધરમપુર)

તમામ યુવાઓએ ગુજરાત અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરવાં બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...