લોકાર્પણ:ડાંગનો કુંડા-ચીંચોડ-સિલોટમાળ નો 6.48 કરોડના ખર્ચે માર્ગ તૈયાર

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વાસ થી વિકાસ યાત્રાના કાર્યક્રમમા રોડનુ લોકાર્પણ કરાશે

તારીખ 13મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના ‘વિશ્વાસ થી વિકાસ’ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અપગ્રેડ કરાયેલા, વઘઇ તાલુકાના કુંડા-ચીંચોડ-સિલોટમાળ રોડનુ પણ અન્ય વિકાસકામોની સાથે લોકાર્પણ કરાશે. જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર રાજુભાઇ ચૌધરી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, સને 2020-21મા ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ મંજુર થયેલ રૂ.648.34 લાખની કિંમતનુ કુંડા-ચીંચોડ-સિલોટમાળ રોડના અપગ્રેડેશનનુ કાર્ય પૂર્ણ થતા, આ રોડનુ ‘વિશ્વાસથી વિકાસ’ યાત્રાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમા લોકાર્પણ કરાશે. ઉલ્લેખનિય છે કે, આ માર્ગની 3 મીટરની પહોળાઈને 5.50 મીટર કરવામા આવી છે.

જેનાથી આસપાસના ગ્રામજનોનો તાલુકા મથક વઘઇ સુધીનો વાહન વ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે. સાથે સાથે એસ.ટી. બસ વ્યવહાર, અને 108 એમ્બ્યુલન્સ સેવા જેવી ઇમરજન્સી સેવાઓ પણ વધુ સુગમ બનશે. ખેડૂતો તેમના ખેત ઉત્પાદનને સમયસર માર્કેટ સુધી પહોંચાડી શકશે. તો વિદ્યાર્થીઓ અને મુસાફર જનતાને પણ આ માર્ગ વધુ ઉપયોગી થઈ રહેશે.

અન્ય સમાચારો પણ છે...