ડાંગ જિલ્લાના ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવતાં ધારાસભ્ય વિજય પટેલના રાજકીય કદમાં વધારો થયો છે. નવા મંત્રીમંડળમાં વિજય પટેલને સ્થાન મળવાની પ્રબળ સંભાવનાઓ હતી. જોકે, તેમની કાર્યક્ષમતાને ધ્યાને રાખી હવે તેમને વિધાનસભામાં નાયબ દંડક બનાવવામાં આવ્યાં છે. આઝાદી બાદ પ્રથમ વખત ડાંગ જિલ્લાને મહત્વ અપાતા ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજામાં અને ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજય પટેલનો લોક સંપર્ક અને કાર્યકર્તાઓ સહિત લોકોના નાના મોટા કામો સહિત ડાંગ જિલ્લામાં વિકાસના કામો ને લઈને તેમણે જીત મેળવી હતી. જેને લઈને ભાજપ મોવડી મંડળે નોંધ લઈ ઈતિહાસમાં પ્રથમ વખત ડાંગને વિધાનસભામાં નાયબ દંડક તરીકેની ભૂમિકા ભજવવાનો ડાંગ ધારાસભ્ય વિજય પટેલને મોકો મળ્યો છે. જ્યારે વિજય પટેલે જણાવ્યું હતું કે, આ મારી જીત નથી જનતાની અને કાર્યકરોની જીત છે. બધા કાર્યકરોના આશિર્વાદથી આગળ વધ્યો છું અને પાર્ટીએ મારી નોંધ લીધી છે. વિજય પટેલની વિધાનસભામાં નાયબ દંડક તરીકેની વરણી થતાં ડાંગના લોકો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.