ડાંગ જિલ્લાનું ગૌરવ:ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે બેંગ્લોર ખાતે ઓપન નેશનલ એથ્લેટીક મીટ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા દોડવીર મુરલી ગાવિતે ફરી વાર કર્ણાટક બેંગ્લોર ખાતે યોજાયેલી ઓપન નેશનલ એથ્લેટીક મીટ 2022માં ગોલ્ડ મેડલ મેળવી ડાંગ જિલ્લા સહીત દેશનું નામ રોશન કર્યું છે.

ગોલ્ડ મેડલ મેળવી ડાંગ જિલ્લા સહીત દેશનું નામ રોશન કર્યું
ડાંગ જિલ્લામાં વઘઇ તાલુકાના વતની ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિતે કર્ણાટકના બેંગ્લોર ખાતે તા. 19/10/2022ના રોજ યોજાયેલી ઓપન એથ્લેટિક્ મીટ દસ હજાર મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્યનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતાં ડાંગવાસીઓમાં ખુશી છવાઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...