જાહેરનામું:ડાંગ જિલ્લામાં જુનીયર કલાર્ક સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે જાહેરનામું જારી કરાયું

ડાંગ (આહવા)11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા લેવાનારી જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી તા.29/01/2023 ના રોજ સવારે 11:00 કલાક થી 12:00 કલાક દરમિયાન યોજાનારી છે.

આ પરીક્ષા માટે ડાંગ જિલ્લામાં 17 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવેલી છે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને નિયત પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો નિર્ભય અને મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુસર પી.એ.ગામીત (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે.

ડાંગ જિલ્લામાં (1) સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા, (2) તાલુકા શાળા-વઘઈ, (3) દિપદર્શન માધ્યમિક શાળા-આહવા, (4) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-આહવા, (5) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-પિંપરી, (6) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સાકરપાતાળ, (7) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-બારીપાડા, (8) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-માલેગામ (9) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ-સાપુતારા, (10) ઋતુંભરા કન્યા વિધામંદિર-સાપુતારા, (11) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-સાપુતારા, (12) નવજ્યોત હાઈસ્કુલ-સુબીર, (13) સરકારી વિનયન અને વાણિજય કોલેજ,-આહવા, (14) સરકારી પોલીટેકનિક-વઘઈ, (15) સરકારી વિજ્ઞાન કોલેજ-આહવા, (16) આશ્રમ વિધાલય-આહવા, અને (17) તાલુકા શાળા-આહવા ખાતે પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે.

આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષા આપી શકે તથા બિલ્ડીંગ કંડકટરઓ અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરે તે જરૂરી છે. તેમજ આ પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે પરીક્ષાર્થીઓના ભાવી ઉપર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નોપત્રો કે તેના ઉત્તરો કોપીઈંગ મશીન દ્વારા કોપી ન થાય તથા તે પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધાત્મક આદેશો જારી કરવા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...