• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Dang District Forest Rangers And Foresters Go On Indefinite Strike; The Decision Was Taken After The Submissions Were Not Resolved

પડતર માગોને લઈને વનકર્મીઓનો વિરોધ:ડાંગ જિલ્લા વનરક્ષક અને વનપાલ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા; રજૂઆતોનો ઉકેલ ન આવતાં નિર્ણય લેવાયો

ડાંગ (આહવા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વનરક્ષકો અને વનપાલોના ગ્રેડ પેના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમયથી અવારનવાર રજૂઆત કરી છે. જેમાં મુખ્ય મુદ્દા વનરક્ષક વર્ગ-3 ને 2800 ગ્રેડ પે આપવાનો અને વનપાલને 4200 ગ્રેડ પે આપવા તેમજ રજાના દિવસે બજાવેલી ફરજના ભાગ રૂપે રજા પગાર આપવો અને ભરતી અને બઢતી રેશિયો 1:3 કરી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેનું નિરાકરણ ન આવતાં ડાંગ જિલ્લા વનરક્ષક અને વનપાલ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.

વનપાલ અને વનરક્ષકો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા
ડાંગ જિલ્લામાં સૌથી વધુ ગાઢ જંગલો આવેલા છે. જ્યાં ઘણી વાર લાકડા ચોર બેફામ બનતા હોય છે. જેમને પકડવા અને અટકાવવા માટે ડાંગના ફોરેસ્ટના વનકર્મીઓ દિવસ-રાત જોયા વગર જંગલનું રક્ષણ કરે છે. રજૂઆતના પ્રશ્નોનું નિરાકરણ ના આવતાં વનપાલ અને વનરક્ષકો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેથી ડાંગ સહિત રાજ્યના તમામ જંગલોમાં પ્રાણીઓ અને જંગલ અસુરક્ષિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...