• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Dang Dist. More Than 30 Government Employees Of The Panchayat Are Forced To Live In The Dilapidated Building At The Risk Of Their Lives

બેદરકાર તંત્ર:ડાંગ જિ. પંચાયતના 30થી વધુ સરકારી કર્મચારી જીવના જોખમે જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ જિલ્લો જાહેર થયાના 40 વર્ષ પણ વહીવટી તંત્ર દ્વારા સમારકામ ન કરતા ચોમાસામાં દયનિય પરિસ્થિતિમાં રહેવું પડે છે

ડાંગ જિલ્લા પંચાયતના 30 થી વધુ સરકારી કર્મચારીઓ જીવના જોખમે જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર ગમે ત્યારે બિલ્ડીંગ ધરાશાયી થવાનો ભય રહેલો છે. ડાંગ જિલ્લાના આહવામાં જિલ્લાનું વહીવટી મથક આવેલું છે. અહીં જુદા જુદા વિભાગોની 50થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે, તેમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવે છે. કર્મચારીઓના રહેવા માટે તંત્ર દ્વારા સરકારી ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા છે. આ ક્વાર્ટર્સ ડાંગ જિલ્લો જાહેર થયાના સમયથી 40 વર્ષથી વધુ વર્ષના થઈ ગયા હોય તેનું સમારકામ નહીં થતા ખૂબ જર્જરિત ભૂત બંગલા જેવા બની ગયા છે.

આ ક્વાર્ટર્સમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ગળતું હોવાના લીધે ઉપરના ભાગે પતરા મૂકી ગાડું ગબડાવાઈ રહ્યું છે. અંગ્રેજીના સમયે બનાવેલા પથ્થર અને સિમેન્ટના સરકારી ક્વાર્ટર્સ આહવામાં હજુ પણ જોવા મળે છે જે સરકારી ક્વાર્ટરમાં સરકારી કર્મચારીઓ તેના પરિવાર સાથે જીવના જોખમે રહેવા મજબૂર બન્યો છે.

આહવા-નવાપુર રોડ પર નાયરા પેટ્રોલ પંપના પાછળના ભાગે જિલ્લા પંચાયતના મારુતિ કોમ્પલેક્સમાં વર્ષો જૂના સરકારી ક્વાર્ટર્સ આવેલા છે. આ કોલોનીના તમામ ક્વાર્ટર્સ ખૂબ જ જૂના થઈ ગયા હોય તંત્ર દ્વારા કેટલાક ક્વાર્ટર્સ કન્ડમ જાહેર કરી તેનું ડિમોલીશન પણ કરાવ્યું છે પરંતુ હજુ પણ કેટલાક ક્વાર્ટર્સમાં 30 થી વધુ સરકારી કર્મચારીઓ પરિવાર સાથે જીવના જોખમે રહે છે.

ક્વાર્ટર રિપેર કરવાની રજૂઆત કોઈ સાંભળતું નથી
કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ક્વાર્ટર રિપેર માટે અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ અમારી રજૂઆતો કોઈ સાંભળતું નથી. ગમે ત્યારે સ્લેબના પોપડા ખરી પડે છે. ક્વાર્ટર ખુબજ જર્જરિત થઈ ગયા હોય સત્વરે નવા ક્વાર્ટર બનાવે તે કર્મચારીઓના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...