સરકાર દ્વારા ગરબા ઉપર 18 ટકા ટેક્સ લાગુ કરતા વિવાદ વકર્યો હતો. આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરાયો હતો. ડાંગના વઘઇ ખાતે આપ ડાંગ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. તેમનું કહેવુ હતું કે સરકાર દ્વારા સતત ભાવ વધારો કરવામાં આવે આમ જનતા માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યાં હવે સરકાર દ્વારા ગરબા રમવા પર પણ ટેક્સ લાગુ કરતા સરકાર શું કરી રહી છે તે સમજવું મુશ્કેલ છે.
આખા દેશમાં વિવિધ જરૂરિયાતની વસ્તુ ટેક્સ લગાવી સરકાર લૂંટ ચલાવી રહી છે. આપનું જણાવવુ હતું કે ગરબા ઉપર ટેક્સ લગાવી દેશવાસીઓની લાગણી દુભાવી રહ્યા છે. પહેલી વાર કોઈ એવી સરકાર આવી છે, જે આ પ્રકારનું કામ કરી રહી છે. તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે આ ટેકસ નીતિ વગરનો છે અને તેને રદ કરે એવી માંગ અમે સરકારને કરીએ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.