• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Dang 173 Assembly Seat Candidate Mukesh Patel Held Rally In Jangi Janmedani; Submission Of Nomination Form To Election Officer

25 હજારની લીડ સાથે જીતનો દાવો:ડાંગ 173 વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મુકેશ પટેલે જંગી જનમેદનીમાં રેલી યોજી; ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું

ડાંગ (આહવા)24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં 14મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય જેને લઈને દરેક જિલ્લાઓમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ દાવેદારો ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે ડાંગ 173 વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડાંગ જિલ્લા 173 વિધાનસભાની બેઠક પર 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે.

મુકેશ પટેલે 25 હજારથી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો
ડાંગ 173 વિધાનસભાની બેઠક પર ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા મુકેશ પટેલની પસંદગી કરી છે. ડાંગ કોંગ્રેસનાં નેતા એવા મુકેશ પટેલ તેમના સમર્થકો સાથે નામાંકન ફોર્મ ભરવા જતા તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. ડાંગ જિલ્લાનાં આહવા ફુવારા સર્કલથી જંગી જનમેદનીમાં રેલી યોજી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ પહોચ્યા હતા. અહી ડાંગ 173 વિધાનસભા કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી હતી. આ સાથે કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલની ટક્કર ભાજપનાં ધારસભ્ય વિજય પટેલ તથા આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર એડવોકેટ સુનિલ ગામીત સાથે રહશે. ડાંગ કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશ પટેલે 25,000થી વધુની લીડ સાથે જીતનો દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...