ચૂંટણી ટાણે કોંગ્રેસમાં ગાબડું:ડાંગમાં કોંગ્રેસના પીઠ નેતાઓ સાગમટે ભાજપમાં; વિજય પટેલની 'ડોર ટુ ડોર' મુલાકાત અને સભાઓને વ્યાપક જન સમર્થન

ડાંગ (આહવા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાલ ડાંગ જિલ્લા 173 વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના 'સૌનો સાથ સૌનો વિકાસ'ના મંત્રને લોકો આવકારી રહ્યા છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ખમતીઘર નેતાઓ સાગમટે ભાજપાનો કેસરિયો ધારણ કરી લેતા ભાજપાના ધારાસભ્ય ઉમેદવાર વિજયની જ્વલંત જીત થઈ હતી. આ સાથે જ 2022ની વિધાનસભા ચૂંટણી ટાણે વિજય પટેલની 'ડોર ટુ ડોર' મુલાકાત અને સભાઓને વ્યાપક જન સમર્થન મળતો જોવા મળે છે.

મિહિર કુંવર કોંગ્રેસ છોડી ભાજપમાં
સોમવારે સુબીર અને વઘઇ તાલુકાના ગ્રામ પંચાયતના ગામોની મુલાકાત દરમિયાન બરડીપાડા ગામના પીઢ કોંગ્રેસી નેતા સ્વ્. રમણભાઈ કુંવરના પુત્ર મિહિર(વિક્કી) કુંવરે ભાજપના વિકાસ સાથે જોડાઈ કોંગ્રેસને રામ રામ કર્યા હતાં. જે કારણોસર સ્થાનિક કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે વિજય પટેલ, મંગળ ગાંવિત, રાજેશ ગામીત, બુધુ કામડી, વિનેશ ગાંવિત,હરિરામ સાવંત, સુરેશ ચૌધરીની ટીમે ઝંઝાવાતી ચૂંટણી પ્રચારથી લોકોનો ઠેર ઠેર ભવ્ય આવકાર મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...