કમોસમી વરસાદ:ડાંગમાં માવઠાને પગલે સ્ટ્રોબેરી, કઠોળ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદને પગલે ખેતીના પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે. - Divya Bhaskar
વરસાદને પગલે ખેતીના પાકને નુકસાનની ભીતિ સર્જાઇ છે.
  • કમોસમી વરસાદથી ખેતી પાકના નુકશાનને લઇ સ્ટ્રોબેરીના ભાવ આસમાને જવાની શક્યતા

રાજ્યના હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાની આગાહી કરી હતી જેના ભાગરૂપે ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરી, કઠોળ શાકભાજી જેવા પાકોની ખેતી કરતા ખેડૂતોમાં મોટા પ્રમાણમાં ચિંતા જોવા મળી રહી છે.

ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં નાગલીનો પાક લેવામાં આવે છે અને અમુક ખેડૂતો સ્ટ્રોબેરી, કાંદા અને અન્ય શાકભાજીનો પાક લે છે પરંતુ કમોસમી વરસાદ પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં પણ સ્ટ્રોબેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને ભાવો ઉપર અસર જોવા મળશે. ગ્લોબલ વોર્મિંગ એ દેશ અને દુનિયા માટે એક યક્ષપ્રશ્ન બની ગયો છે જેના ભાગરૂપે વાતાવરણમાં અનિશ્ચિત ફેરફારો જોવા મળી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક જિલ્લાનું બિરુદ પામેલા ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવા મજબૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...