રાજકારણ ગરમાયું:સુબીરમાં ભાજપ અને બસપાના અગ્રણીઓ વચ્ચે હાથાપાઇ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીલક્ષી અદાવત હોવાની ચર્ચાએ જોર પકડ્યું

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ભાજપના અગ્રણી અને બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી વચ્ચે હાથાપાઇ થતા બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણીએ સુબીર પોલીસ મથકમાં ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી હતી.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં માદલબારી ગામનાં વતની અને ડાંગ જિલ્લાના બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી એવા સોનુભાઈ પૂનુભાઈ ચોર્યા ગતરોજ આહેરપાડા ગામ તરફ જઈ રહ્યો હતો. તે અરસામાં સુબીર વિસ્તારનાં ભાજપના અગ્રણી ઇતારામભાઈ રાજ્યા બહીરમે તેનું ગળુ પકડી અપશબ્દો બોલી હાથોપાઈ કરતા વાતાવરણ ગરમાયું હતું.

સુબીર પંથકમાં ડાંગ બહુજન સમાજ પાર્ટીનાં અગ્રણી અને ભાજપાનાં અગ્રણી વચ્ચે ચૂંટણીલક્ષી મુદાને લઈને હાથાપાઇ થતા ગુરૂવારે ડાંગ જિલ્લા બીએસપીનાં મંત્રી સોનુભાઈ ચોર્યાએ ભાજપાનાં અગ્રણી ઈતારામ બહીરમ વિરૂદ્ધ સુબીર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ડાંગ જિલ્લામાં બસપા અને ભાજપના અગ્રણી વચ્ચે થયેલ હાથાપાઇ ઘટનાને લઇ રાજકારણ ગરમાયું છે.

બે માસ બાદ સંભવિત ચંૂંટણી આવનાર હોય રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે થયેલ ઘર્ષણની ઘટનાને લીધે ડાંગ િજલ્લામાં ચૂંટણી પર તેની અસર થવાની શક્યતાને નકારી શકાય નહીં. થોડા િદવસોમાં ઘર્ષણની ઘટના વધુ બનશે. તેમ જણાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લો વરસોથી રાજકીય અખાડો રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને લઇ ફરીથી વાદ વિવાદ શરૂ થઇ ગયા છે. અગાઉ પણ ડાંગ જિલ્લામાં રાજકીય માથાકુટ ઉભી થતી રહી છે. એવામાં બે રાજકીય અગ્રણી વચ્ચેની હાથાપાઇ હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. જોકે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાવતા હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...