E-FIR મુદ્દે જનજાગૃતિ અભિયાન:પ્રજાજનોને મોબાઈલ અને વાહનચોરી માટે હવે લાઈનમાં ઉભા નહીં રહેવુ પડે; ફરિયાદનું ઝડપી નિરાકરણ લવાશે

ડાંગ (આહવા)15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર QR CODE સ્કેન કરીને પણ ફરિયાદ નોંધાવી શકાશે

મોબાઇલ ચોરી અને વાહનચોરીની ફરિયાદ હવે e-FIR દ્વારા ઓનલાઇન કરી શકાય છે. આ e-FIR વિશે સામાન્ય નાગરિકોમા જાગૃતિ આવે એ અંતર્ગત, ડાંગ જીલ્લા પોલીસ દ્વારા સાંદીપની વિદ્યાલય, સાપુતારા ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમા eFIR કેવી રીતે કરવી અને એનાથી થતા ફાયદા વિશેની સમજ આપવામા આવી હતી.

આ અધિકારીઓએ લોકોને માહિતી આપી
આ સેમિનારમા અતિથિ વિશેષ તરીકે સુરતના એડિશનલ ડીજીપી શ્રી પાંડિયન, નવસારીના પોલીસ અધિક્ષક શ્રી રીશીકેશ ઉપાધ્યાય, ડાંગના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, ડીવાયએસપી શ્રી પાટીલ, અને શ્રી ગામીત, સાપુતારા પીએસઆઇ શ્રી ડામોર અને શ્રી નીરજંન, તથા બહોળા પ્રમાણમા ડાંગ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સાપુતારા હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ, તથા સાપુતારા ના તમામ હોટલ ના મેનેજરો તથા સાપુતારાના નગરજનો, વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...