ભાજપને સમર્થન:સુબીર તાલુકાના ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ દ્વારા ભાજપને સમર્થન જાહેર કરાયું

ડાંગ (આહવા)10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલુ છે. ત્યારે ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની સુબીર તાલુકા ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસીસ દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.

ખ્રિસ્તી સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું
ડાંગ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે બધાજ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં વ્યાપક આવકાર મળ્યો હતો. સુબીર, કાલીબેલમાં જાહેરસભાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ, નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યા હતા. તેમજ વિપક્ષીઓથી ખ્રિસ્તી સમાજ નારાજ હોવાથી દુષ્પ્રચાર સામે બરડીપાડા ગામે સેંકડો ખ્રિસ્તી સમાજ અને પાસ્ટર, પાલક, અને ફાધરોએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. પૂર્વમંત્રી ગણપતસિંહ વસાવાનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખ્રિસ્તી સમાજ ભાજપ સાથે રહી વિજયભાઈની જીતના સહભાગી બનવા સમર્થન જાહેર કર્યું હતું. ખ્રિસ્તી સમાજે ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત અપાવી હતી. તેને ફરીથી ભાજપના વિકાસ સાથે જોડાઈ વિજય પટેલને જીતાડવા સંકલ્પ કર્યો હતો.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
આ કાર્યક્રમમાં વિપુલ મિસ્ત્રી, મહેન્દ્ર માસ્ટર, રાજેશ ગામીત, સહિત ખંભાતા,પદ્મ ભૂષણ રમીલાબેન ગામીત સહિત ખ્રિસ્તી સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...