• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Candle March Organized By Townspeople At Gandhibagh In Dangana Waghai; Tributes Were Paid To Those Who Lost Their Lives In The Morbi Swinging Bridge Incident

મૃતકોને શ્રદ્ધાંજલી:ડાંગના વઘઇના ગાંધીબાગ ખાતે નગરજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન; મોરબી ઝૂલતા પુલ ઘટનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી અપાઈ

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને પગલે અનેક લોકો મોતને ભેટ્યા હતા. જેના લીધે ગતરોજ રાજ્યની વિવિધ સરકારી કચેરીઓ સહિત વિવિધ સંસ્થાઓ અને રાજ્યભરના લોકોએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ભાવીભીની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં ડાંગ જિલ્લાના વઘઈના નગરજનો દ્વારા મોરબી હોનારતમાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ધાંજલી અપાઈ હતી.

બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલી આપી
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇના ગાંધી બાગ ખાતે મોરબી હોનારતના મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. તાજેતરમાં મોરબીમાં આવેલી મચ્છુ નદી પર ઝૂલતો પુલ તુટી જવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે તે માટે વઘઇ ગાંધીબાગ ખાતે નગરજનો દ્વારા મીણબત્તી સળગાવીને બે મિનીટનું મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...