વિરોધ પ્રદર્શન:ભાજપ સરકારે ગરબા પર ટેક્ષ લગાવી પ્રજાની આસ્થાને ઠેસ પહોંચાડી છે : આપ

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ િજલ્લાના વઘઇમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
  • જીએસટી પાછો ખેંચો જેવા સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોનાે દેખાવ

ગુજરાતની અસ્મિતા એવા ગરબા પર રાજય સરકાર દ્વારા 18 ટકા ટેક્ષ લાગુ કરતા ડાંગ આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજય સરકાર દ્વારા હાલમાં જ ગરબા પર 18 ટકા ટેક્ષ જાહેર કરતા વિવાદ સર્જાયો છે. રાજ્યમાં ગરબા પર પણ ટેક્ષ જાહેર કરતા ડાંગ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ડાંગ જિલ્લાનાં વઘઇમાં આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ વિરોધ પ્રદર્શન કરી જણાવ્યું હતું કે ભાજપ સરકાર એ એક એવી પ્રથમ સરકાર છે. જે ગરબા પર પણ ટેક્ષ લગાવી ગુજરાતની પ્રજાનાં આસ્થાને ઠેસ પહોંચાડી છે અને લોકોની લાગણીને દુભાવી છે.

જેને આમ આદમી પાર્ટી ડાંગ સખત શબ્દોમાં વખોડી કાઢે છે તેમજ આ વધતી મોંઘવારીમાં ભાજપાની સરકારે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી વિપરીત પરિસ્થિતિનું નિર્માણ કરી લોકોની મુશ્કેલી વધારવાનું કામ કર્યું છે અને લોકોને ખુલ્લેઆમ લૂંટવાનું કામ કરી રહી છે. લોકોનું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે, જેનો પણ ડાંગ આપ સખત શબ્દોમાં વખોડે છે.

જો સરકાર દ્વારા આવી જ રીતે ટેક્ષમાં સતત વધારો કરવામાં આવશે તો સામાન્ય લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની જશે. જેના વિપરીત પરિણામો સંભવી શકે છે. જેના માટે સરકાર જવાબદાર રહેશે. બુધવારે ડાંગ જિલ્લાનાં વઘઇમાં આમ આદમી પાર્ટીનાં આગેવાનોએ પોસ્ટરોમાં જીએસટીનાં નામે લૂંટતી લૂંટારી સરકાર, ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન સાંખી ન લેવાય, લોકોની આસ્થામાં નાંખેલો જીએસટી પાછો ખેંચોનાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...