BJPમાંથી વિજયે દાવેદારી નોંધાવી:ડાંગમાં ભાજપ-AAP એ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા; રેલી યોજ્યા બાદ આહવા ખાતે જનમેદની સાથે પહોંચ્યા

ડાંગ (આહવા)3 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા બાદ વિધાનસભાની ચૂંટણીમાં 14મી નવેમ્બર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય જેને લઈને દરેક જિલ્લાઓમાં ભાજપ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ દાવેદારો ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારી નોંધાવી હતી. ડાંગ 173 વિધાનસભા બેઠકની વાત કરીએ તો ડાંગ જિલ્લા 173 વિધાનસભાની બેઠક પર 2022માં ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાશે.

જંગી જનમેદનીમાં રેલી યોજી
ડાંગ 173 વિધાનસભાની બેઠક પર ભાજતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય ભાઇ પટેલ પર પાર્ટીએ પુનઃ વિશ્વાસ મુકી ઉમેદવાર તરીકે છઠ્ઠી વખત પંસદગી કરી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં વિજય પટેલ તેમના સમર્થકો સાથે નામાંકન ફોર્મ ભરવા જતા તેમની સાથે મોટી સંખ્યામાં જનમેદની સ્વરૂપે રેલી જોતા હરીફ ઉમેદવારવારોમાં સોપો પડી ગયો હતો. આહવા પટ્રોલ પંપ પરથી ઢોલ નગારાના તાલ સાથે જંગી જનમેદનીમાં રેલી યોજી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતાં.

જંગી બહુમતીથી જીતનો દાવો
ડાંગ 173 વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે ભાજપના ઉમેદવાર વિજય પટેલની ટક્કર કોંગ્રેસના ધારસભ્ય મુકેશ પટેલ તથા આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર એડવોકેટ સુનિલ ગામીત સાથે રહશે. ડાંગ ભાજતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય પટેલે જંગી બહુમતીની લીડ સાથે જીતનો દાવો કર્યો હતો.

મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત
વિજય પટેલે ઉમેદવારી નોંધાવતા તેમની સાથે સંગઠનના અશોક ધોરાજીયા, પ્રભારી સિતાબેન નાયક, લક્ષમણ શાહુજી, ઇન્ચાર્જ પ્રવાસી કાર્યકર્તા ભાજપા, વિપુલ મહેતા ઇન્ચાર્જ પ્રવાસી કાર્યકર્તા, ગોવિંદા યાલ્લપા ગુંજાલકર પ્રવાસી કાર્યકર્તા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, પાર્ટી પ્રમુખ દશરથ પવાર, મહામંત્રી કિશોર ગાંવીત,રાજેશ ગામીત, હરિરામ સાવંત, મહિલા મોરચાની બહેનો સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...