બેસ્ટ સર્જનાત્મક એવોર્ડ એનાયત:આહવાના ડાંગ દરબાર હોલ ખાતે બાળકોના સર્વાંગી વિકાસના માટે ભૂલકા મેળો યોજાયો

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ શાખા-આહવા તેમજ ડાંગ જિલ્લા પંચાયત દ્વારા આજે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે ભૂલકા મેળો યોજાયો હતો.

ડાંગ જિલ્લા પંચાયત મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સિમિતના અધ્યક્ષ શ્રીમતી સારૂબેન એમ વળવીના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળાનુ આયોજન કરવામા આવ્યું હતું. આ વેળાએ સારૂબેને જણાવ્યું હતું કે, વાલીઓ બાળકોની પ્રવુતિઓથી અવગત થાય બાળકો માટે પ્રેરણા શ્રોતા બેન તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ મેળાઓ ખુબ જ જરૂરી છે.

ડાંગ જિલ્લામા યોજાયેલ ભૂલકા મેળામા બાળકોના વિવિધ વેશભૂષા સાથેના નાચગાન કાર્યક્રમમો રજુ કરવામાં આવ્યાં હતાં. બાળકો માટે જુદી જુદી પ્રવુતિઓ કરાવનારને બેસ્ટ સર્જનાત્મક એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં હતાં.

આ મેળામાં ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ જોષી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ. સી. ભુસારા, આંગણવાડી બહેનો તેમજ મોટી સંખ્યામા ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન ડાંગ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગના વડા શ્રીમતી ભાવનાબેન જીડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...