ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા ગામથી ઝાડીમાં વૃક્ષ સાથે ફાંસી ખાધેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા પોલીસે FSL ટીમની મદદ લઈ તપાસ હાથ ધરી હતી.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા ગામે આવેલ કુવાની ઝાડી નામથી ઓળખાતા વિસ્તારમાં ઝાડીમાં એક વૃક્ષ સાથે આશરે 5થી 6 માસ અગાઉ દોરડાથી ફાંસી ખાધેલા મૃતદેહનું કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ કંકાલ સાથે મળી આવેલા કપડાં પરથી કોઈ પુરુષનું કંકાલ હોવાનું મનાઇ રહ્યું છે.
આ બનાવ અંગે બરડીપાડાના એક ઈસમે સુબીર પોલીસને જાણ કરતાં સુબીરના PSI કે. કે. ચૌધરી અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. ત્યાં સિંગાણા PHCના ડોક્ટર અને FSLની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી અને આ મળી આવેલા કંકાલને સુરત FSL ખાતે મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આ કંકાલ પુરુષ કે સ્ત્રી અને કેટલી ઉંમર છે તે ખબર પડશે. સુબીરના PSI કે.કે. ચૌધરીએ આ બનાવના અનુસંધાને જિલ્લાભરમાં ગુમ થયેલા લોકોની તપાસ તેમજ અન્ય જિલ્લામાં પણ માહિતી મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.