• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • At Ahwa, The Beneficiaries Of 'Divyang Sadhan Sahay Yojana' Were Given Flour Mill Equipment, This Year Around 70 Beneficiaries In The District Got The Benefit.

સ્વરોજગાર માટેની પહેલ:આહવા ખાતે 'દિવ્યાંગ સાધન સહાય યોજના'ના લાભાર્થીઓને ફ્લોર મીલના સાધનો અપાયા, જિલ્લામાં આ વર્ષે 70 જેટલા લાભર્થીઓને તોનો લાભ મળ્યો

ડાંગ (આહવા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્યાંગજનોને ઘરબેઠા રોજગારી પુરી પાડી શકાય તે માટે અમલી રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની 'દિવ્યાંગ સાધન સહાય યોજના' અંતર્ગત આજે આહવા ખાતે કેટલાક લાભાર્થીઓને ફ્લોર મીલ માટેની ઘંટીનુ ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું હતુ.

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે દિવ્યાંગજનોને આ ઘરઘંટીનો ઉપયોગ, સ્વરોજગાર માટે કરવાની અપીલ કરી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિગ્નેશ ચૌધરીના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે 'દિવ્યાંગ સાધન સહાય યોજના'ના અંદાજીત 70 જેટલા લાભર્થીઓને રૂ. 20 હજારની યુનિટ કોસ્ટ ધરાવતા વિવિધ સાધનો વિનામૂલ્યે પૂરા પાડી સ્વરોજગારી ક્ષેત્રે પ્રવૃત કરવામાં આવશે છે.

આ યોજના અંતર્ગત ફ્લોરમીલના વ્યવસાય માટે ઘરઘંટી, શિવણ માટેના સાધનો, સુથારી કામની કીટ સહિત લાભાર્થીઓની માંગણી મુજબના સાધનો સો ટકા સહાયથી પુરા પાડવામા આવે છે. તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...