• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Assembly General Election 2022 Preparations Begin In Dang; Efforts To Create Public Awareness In 335 Polling Booths Of The District

મતદાન અંગે જાગૃતિ લાવવા પહેલ:ડાંગમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની તૈયારીઓ શરૂ; જિલ્લાના 335 મતદાન મથકોમાં લોકજાગૃતિ લાવવા પ્રયાસ

ડાંગ (આહવા)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના ઉપક્રમે ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો માટે EVM/VVPAT દ્રારા મતદાનની લોકજાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન કેન્દ્ર કલેકટર કચેરી (આહવા) ડાંગ ખાતે મા.જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યું હતું. આ ઉંપરાત ડાંગ જિલ્લાના 335 - મતદાન મથકો ખાતે EVM/VVPAT દ્રારા મતદાનની લોકજાગૃતિ માટે EVM/VVPAT નિદર્શન વાનને પણ જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામા આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા કરવામા આવ્યું હતું. જેમા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, ચૂંટણી મામલતદાર મેહુલ જે.ભરવાડ, નાયબ મામલતદાર હિરેનભાઇ પટેલ, રિંકલ વસાવા, ધર્મેશ વસાવા અને ભુમિ ભીંગરાડીયા તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...