આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરગા ' અભિયાનના ભાગરૂપે આજરોજ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી કાઠવામા આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ.સી.ભુસારાએ જણાવ્યુ હતું કે, દેશભરમા 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે 'હર ઘર તિરંગા'ની થીમ પણ ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે ડાંગ જિલ્લામા પણ શિક્ષણ વિભાગ તેમજ સરકારના પ્રયાસથી તા 2 ઓગસ્ટ થી 15 તારીખ સુધી 'હર ઘર તિરંગા'ના અલગ અલગ પ્રોગ્રામ કરવામા આવનાર છે.
નાના ભૂલકાઓ દ્વારા ધ્વજ સાથે નારા લગાવવામા આવ્યા
આજરોજ ડાંગ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો દ્વારા રેલી સ્વરૂપે ગ્રામજનોને 'હર ઘર તિરંગા' થી વાકેફ કર્યા હતા. તા. 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરો ઉપર તિરંગો લહેરાવવામા આવે તેમજ લોકોમા જન જાગૃતિ આવે તે બાબતે નાના ભૂલકાઓ દ્વારા ધ્વજ સાથે નારા લગાવવામા આવ્યા હતા.
વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે
ડાંગ જિલ્લામા 'હર ઘર તિરંગા' અંતર્ગત 50 હજારથી વધારે ઘરો તેમજ તમામ સરકારી મકાનો, 500 થી વધુ શાળાઓ ઉપર તિરંગો લહેરાવશે. ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 'હર ઘર તિરંગા' અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો કરવામા આવનાર છે. જેમા બાળકો માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામા આવશે. આ પ્રવુતિઓથી બાળકોમા રાષ્ટ્ર્રભાવના વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.