કાર્યક્રમ:ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક શૈક્ષણિક સંમેલન કાર્યક્રમો યોજાયા

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર શાળા તથા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા

ડાંગ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના જીલ્લા કક્ષાનુ વાર્ષિક શૈક્ષણિક સંમેલન ડાંગ દરબારના “રંગ ઉપવન“ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના અધ્યક્ષપણા હેઠળ યોજવામા આવ્યુ હતુ.

આ પ્રંસગે મંગળભાઇ ગાવિતે જણાવ્યુ હતુ કે, 10 વર્ષ બાદ યોજાઇ રહેલ શૈક્ષણિક સંમેલનના ક્રાર્યક્રમો ડાંગ જિલ્લામા શિક્ષણને વધુ ઉજાગર કરશે. જિલ્લામા શિક્ષણની જ્યોત પ્રજલિત કરવા માટે શૈક્ષણિક સંમેલનો ખુબ જ જરૂરી છે. આ કાર્યક્રમને પુન: મંજુરી આપવા બદલ જિલ્લા વહિવટી વડા ડો. વિપિન ગર્ગનો આભાર વયક્ત કર્યો હતો. શૈક્ષણિક સંમેલનોથી બાળકોમા વિકાસ કૌશલ્ય વધશે. તેમજ વિધ્યાર્થીઓ દ્વારા રજુ કરવામા આવેલ અદભુત કૃતિઓ બદલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેદ્રભાઇ.એચ.ઠાકરેએ વાર્ષિક શૈક્ષણિક સંમેલનમા ઉપસ્થિત તમામ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત તેમજ સમગ્ર વાર્ષિક શૈક્ષણિક સંમેલનમા વાર્તા સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને મનોરંજન સ્પર્ધામા ભાગ લેનાર તમામ શાળાઓ, શિક્ષકો, અને બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતુ.

સમગ્ર કાર્યક્રમમા વાર્તા સ્પર્ધા ,સુલેખન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, અને મનોરંજન સ્પર્ધા મળી કુલ 31 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામા આવી હતી. સ્પર્ધામા ભાગ લેનાર બાળકો તથા માર્ગદર્શન આપનાર શિક્ષકોમા ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોની પ્રતિભાને બિરદાવવા ડાંગ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પ્રોત્સાહક ઇનામ, પ્રમાણપત્ર, શીલ્ડ સાથે સન્માનિત કરવામા આવ્યા હતા. સાથે વર્ષ દરમિયાન ગુણોત્સવ-2.0મા એ-ગ્રેડ ધરાવતી, SOE મા શ્રેષ્ઠ પ્રદર્શન, FLN ઉત્કૃષ્ટ સિદ્ધિ ધરાવતી શાળાઓ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમા ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ડી.ચૌધરી, જીલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, ડાયટ વઘઈના પ્રાચાર્ય ડૉ.બી.એમ.રાઉત, જીલ્લા શિક્ષણાધિકારી વી.ડી. દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમજ આઈ.સી. ડી.એસ.ના ચેરમેન સારુબેન વળવી તથા જીલ્લા પંચાયત સદસ્યો વિજયભાઈ, મયનાબેન વિજીલન્સ સ્કવોડ જીઈબી વડોદરાના પી.એસ.પાલવે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉંપરાત જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સંધના પ્રમુખો, શિક્ષકો, વાલીઓ તેમજ મોટી સંખ્યામા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...