ગાઈડ લાઈન:ડાંગ જિલ્લામાં હંગામી રાજકીય કાર્યાલયો અંગે જાહેરનામુ

આહવા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિભાનસભાની સામાન્ય ચૂંટણી-2022નો કાર્યક્રમ જાહેર થયો છે, જે મુજબ પ્રથમ તબક્કામાં ડાંગ જિલ્લાના 173-ડાંગ (અ.જ.જા.) વિઘાનસભા મતદાર વિભાગની ચૂંટણી 1લી ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચે આ ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો દ્વારા શરૂ કરવામા આવતી પ્રચાર અભિયાનની હંગામી કચેરીઓના નિયમન બાબતે જરૂરી ગાઈડ લાઈન આપી છે.

જે મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ ધર્મેન્દ્રસિંહ જે.જાડેજા (આઇ.એ.એસ) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ કોઈ પણ એવી ઓફિસ કે કાર્યાલયો જાહેર સ્થળોએ કે પ્રાઈવેટ સ્થળોએ દબાણ કરી શરૂ કરી શકાશે નહીં, કોઈ પણ એવી ઓફિસ કે કાર્યાલયો કોઈ પણ ધાર્મિક સ્થળો અથવા ધાર્મિક સ્થળોના પ્રાંગણમાં શરૂ કરી શકાશે નહીં, કોઈ પણ એવી ઓફિસ કે કાર્યાલયો કોઈ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલની બાજુમા શરૂ કરી શકાશે નહીં, કોઈ પણ એવી ઓફિસ કે કાર્યાલયો મતદાન બૂથની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં શરૂ કરી શકાશે નહીં

કોઈપણ એવી ઓફિસ કે કાર્યાલયો ઉપર તેના પક્ષનો ફક્ત એક જ ધ્વજ અને પક્ષના પ્રતીક અને ફોટોગ્રાફ સાથે એક જ બેનર (વઘુમાં વઘુ સાઇઝ 4 ફુટ X 8 ફુટ) દર્શાવી શકાશે. આ જાહેરનામાની અમલવારી હુકમની તારીખથી 10મી ડિસેમ્બર સુધી કરવાની રહેશે. કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા ઉક્ત નિયમોનું ભંગ કરવામા આવશે તો, ભારતીય ફોજદારી ધારાની કલમ–188 મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

અન્ય સમાચારો પણ છે...