કચેરી પાસે કચરાના થર:ડાંગના આહવામાં ગંદકીનું સામ્રાજય; સિવિલ હોસ્પિટલના ગેટ સામે જ ગંદકી

ડાંગ (આહવા)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલના ગેટ સામે મસમોટા પડેલ ખાડા સહિત આજુબાજુમાં પાણીનો ભરાવો થતાં ગંદકી ફેલાતા ત્યાંથી પસાર થતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યાંથી મોટાભાગે વિદ્યાર્થીઓ શાળા-કોલેજ જવા માટે પસાર થાય છે. હાલ વરસાદ બંધ થતાં પાણીનો સંગ્રહ થઈ કોહવાટ થતાં પાણીજન્ય રોગો અને મચ્છરોના ઉપદ્રવની પણ ભીતિ રહે છે. આહવા નગરમાં ફરતાં ડુક્કર આ ગંદકીમાં આળોટી વધુ ગંદકીનો ફેલાવો કરે છે.

ગંદકીમાં લથબથ તલાટી ચાવડી
આહવા તાલુકાના વિવિધ ગામોના તલાટીઓ માટે જૂના સમયની ચાવડીઓ ખંડેર હાલતમાં અને ગંદકીથી ભરાયેલી રહે છે. જ્યાં કામ અર્થે આવતા લોકોને બેસવા માટે પણ કોઈ યોગ્ય સુવિધાઓ ન હોવાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...