E-FIR બની મદદરૂપ:ડાંગના મહાલ ગામેથી મોબાઈલ ચોરી થતા E-FIR કરાઈ હતી; પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનાર 2 શખ્સોને ઝડપી પાડ્યા

ડાંગ (આહવા)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના મહાલના ગૌરાંગ સનેશ વળવીએ તા 20-07-22 ના રોજ તેમના ઘરમાં પાથરી પાસેની બારી પર 21હજારની કિંમતનો મોબાઈલ મૂક્યો હતો. તે અજાણ્યા ઈસમોએ ચોરેલ હતો. ચોરોયા બાદ તેમના દ્વારા ઈ એફ.આર.આઈમાં મોબાઈલ ચોરીની અરજી કરી હતી.

નોંધાયેલ ઈ -એફ.આર.આઇ. પર સુબીર પોલીસ દ્વારા કાર્યવાહી કરી મોબાઈલ ચોરી કરનાર સુબીર તાલુકાના ગીરમાળ(નિશાળ ફળિયા) ગામમાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. (1)ઇસુબભાઈ મોહનભાઈ વડાળી (2) રૂપેશ મોતીરામ ગાવિતની પોલીસે અટકાયત કરી હતી અને ઈ.પી.કો. કલમ 379,114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...