ભયનો માહોલ:ઘોઘલી નજીકના જંગલમાંથી બાળ દિપડાની લાશ મળતા લોકોમાં ફેલાયો ભયનો માહોલ

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક તપાસમાં ભૂખ્યો હોવાનું જણાયું

ડાંગ ઉત્તર વન વિભાગના જંગલ માંથી બાળ દિપડાની લાશ મળી આવતાં વન વિભાગના કર્મચારીઓ દોડતાં થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય ફેલાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના ડાંગ ઉત્તર વન વિભાગ હસ્તકના આહવા રેંજના કમ્પાઉન્ડ નંબર 136 ઘોઘલીના જંગલ વિસ્તારમાં આજરોજ બપોરે સ્થાનિક લોકોને દિપડાની લાશ નજરે પડતાં વિસ્તારના રહીશોમાં ભય ફલાઈ ગયો હતો. સ્થાનિકોએ બનાવની જાણ આહવા પશ્ચિમ વન વિભાગને કરતા રેંજ ફોરેસ્ટર વિનય પી પવાર તેમજ તેમની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ દિપડાની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આર.એફ.ઓ વિનય પવારના જણાવ્યા પ્રમાણે આ 10 મહિનાનો બાળ દીપડો છે.

તેના પર કોઈ મોટા પ્રાણીએ કે અન્ય કોઈ હુમલો થયો હોય તેવું જણાતું નથી. તેના સેમ્પલ લઈ એફએસએલ રિપોર્ટ માટે મોકલી અપાયા છે. જેનો રિપોર્ટ આવતા દિપડાના મૃત્યુનું કારણ ખબર પડશે. જ્યારે ઉત્તર વન વિભાગના ડી.એફ.ઓ દિનેશ રબારીના જણાવ્યા પ્રમાણે આ દીપડો બાળ દીપડો છે. જે તેની માતાથી છૂટો પડી જતા શિકાર નહીં કરી શકવાના કારણે ઘણા દિવસેથી ભૂખ્યો હોવાના કારણે તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે.

અન્ય સમાચારો પણ છે...