સાપુતારાના ઘાટ માર્ગમાં મહારાષ્ટ્રના ત્રણ વ્યક્તિ ઘાટ ઉતરી રહ્યા હતા. ત્યારે ઘાટ ચઢતી જીપ સાથે અકસ્માત થતા બાઇક પર સવાર ત્રણ વ્યક્તિમાંથી એકનું ઘટનાસ્થળે તથા બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના કળવન તાલુકાના સેતુપાડા ગામે રહેતો હિરામન આંબાદાસ ગાયકવાડ તેની બાઇક લઈ પિતા આંબાદાસ ઉખાભાઈ ગાયકવાડ અને અભિમન્યુ સોમાભાઈ માહલે (રહે. વગરીનાપાડા, તા. બાગલાણ જી. નાશિક) સાથે ત્રણ સવારીમાં સવારે સાપુતારાથી માલેગામ તરફ ઘાટ ઉતરી રહ્યા હતા.
તે દરમિયાન ઘાટ માર્ગમાં સાપુતારા તરફ ઘાટ ચડી રહેલી મેક્સ જીપ સાથે બાઇકનો અકસ્માત થતાં અભિમન્યુ માહલેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે આંબાદાસ ઉખાભાઈ ગાયકવાડ 108 એમ્બ્યુલ્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સાપુતારા પોલીસ મથકે અજાણ્યા મેક્સ જીપ વિરુદ્ધ હિરમન ગાયકવાડે ગુનો નોંધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.