ડાંગ જિલ્લાના વાસુર્ણા અને સોનગીર ગામના ગ્રામજનો તેમજ ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ ડાંગ જિલ્લા વિકાસ અધિકારીને ગત 7મી જૂન 2022ના રોજ વાસુર્ણા ગ્રૂપ ગ્રામ પંચાયતની ગ્રામસભા વાસુર્ણા પ્રાથમિક શાળામાં સવારે 11 ક્લાકે યોજાઇ હતી. ગ્રામસભામાં વાસુર્ણા અને સોનગીર ગામે પથ્થરપાળા, સિંચાઈ કૂવા, જમીન લેવલિંગ સહિતના વિકાસ કામોમાં ગેરરીતિ અંગે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વાકેફ કર્યા હતા.
જેના સંદર્ભે તંત્ર દ્વારા તપાસ અર્થે કોઈ આવ્યું ન હતું પરંતુ આ બાબતે ગ્રામસભામાં ચર્ચા થતા થયેલ કામ અનિયમિત અને કામના પ્રમાણમા ખર્ચ વધારે ઉધારવામા આવ્યો છે. આ બાબત ઓબ્જેકશન સાથે ગ્રામજનો / લાભાર્થીની ઉપસ્થિતિમાં ગ્રામસભામાં આવેલ જિલ્લા અને તાલુકાનાં લાયઝન અધિકારી સમક્ષ આ બાબતની ગેરરીતિ અંગે ગ્રામસભાનાં એજન્ડાના મુદ્દા પ્રમાણે ચર્ચા થઈ હતી અને આ અંગે ઠરાવ લેવાની સૂચના આપી હતી અને ઠરાવ લેવાનો ઠરાવ્યું હતું.
તો તે મુજબ જવાબદાર કર્મચારી, અધિકારીને તાત્કાલિક અસરથી જગ્યા ઉપરથી દુર કરી તપાસ કરવી અને દંડ તથા સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી તાત્કાલિક ધોરણે વ્યકિતગત અથવા પેનલ સિસ્ટમથી જે દોષિત સાબિત થાય તેને પદભ્રષ્ટ કરવા જાણકારી મુજબ આ અંગેની તપાસ ગુપચુપ રીતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી પ્રફુલ પટેલ અને સુનિલ પટેલ આવીને આ કામ અંગેની નોંધ અને ફોટોગ્રાફી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી આ કામમાં આ બંન્ને કર્મચારી-અધિકારી જવાબદાર છે. તપાસ અધિકારીઓએ અરજદાર મોતીલાલ ચૌધરીને મળવા પ્રયત્ન કર્યો હોત. આ બંન્ને કર્મચારી તપાસ ગુપચુપ કરી ગયા છે. જવાબદાર સામે પગલા ભરવાની જગ્યાએ તેની સાથે મેળાપીપણામાં ગેરરીતિ આચરી હોય બંને અધિકારી-કર્મચારીઓ સામે પગલાં ભરી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.