જાગૃતિ શિબિર:ભારતમાં વસવાટ કરતા તમામ બાળકોને સમાન અધિકારો આપવામા આવ્યા છે : અશ્વિન વેરિયા

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિબીરમાં ઉપસ્થિત બાળકો. - Divya Bhaskar
શિબીરમાં ઉપસ્થિત બાળકો.
  • આહવાની તાલુકા શાળામાં બાળ મજુરી જાગૃતિ શિબિર યોજાઇ

5મી સપ્ટેમ્બરને શિક્ષક દિન નિમિત્તે આહવા સ્થિત તાલુકા શાળામાં બાળ મજુરી નાબુદી અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શાળાના બાળકોને કાયદાના નિષ્ણાંત ધારાશાસ્ત્રીઓ દ્વારા બાળ મજૂરી નાબુદી અંગેની કાયદાકીય જાણકારી આપવામા આવી હતી.

તાલુકા લીગલ સર્વિસ કમિટીના સભ્ય અશ્વિન વેરીયા દ્વારા બાળ નાબુદી કાર્યક્રમ અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21 ની જોગવાઇઓ મુજબ, ભારતમા વસવાટ કરતા બાળકોને સમાન અધિકારો આપવામા આવ્યા છે.

અનુચ્છેદ 15 મુજબ બાળકોના સંવર્ધન, ઉદ્ધાર, રક્ષણ, અને ભરણ પોષણ માટે અલગ કાયદાઓ ઘડતા રાજ્યોને રોકી શકાય નહીં. સંયુક્ત રાષ્ટ્રના બાળ અધિકારો અંગેના સમજુતી પત્રમા માનસિક અપરિપક્વતા ધરાવનાર બાળકોને ધ્યાને લઇ, તેમના કાનુની રક્ષણ માટે ભારપુર્વક ઠરાવો કરવામા આવ્યા છે. 12મી જુનને વિશ્વ બાળ મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવામા આવે છે. અનુચ્છેદ 21 મુજબ બાળકોને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત પુરૂ પાડવાની જોગવાઈ કરવામા આવી છે.

બાળકને કોઇ વ્યક્તિ કામે રાખે તો તેને પ્રથમ ગુના માટે એક વર્ષ સુધીની કેદની સજા અથવા વીસ હજાર રૂપિયાના દંડની જોગવાઇ છે એમ પણ તેમણે વધુમા જણાવ્યું હતું. આહવા શાળામા યોજાયેલા બાળ મજુરી નાબુદી શિબિરમા વકીલો દ્વારા અલગ અલગ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ શિબિરમા 100થી વધુ બાળકો તેમજ શિક્ષક ગણ, પ્રિન્સિપાલ તથા તાલુકા કાનુની સેવા સમિતિના સભ્યો, સરકારી વકીલ એસ.એચ.કોંકણી, પેનલ એડવોકેટ એસ.સી.બારે, સુપ્રિન્ટેન્ડ, તાલુકા કાનુની સેવા સમિતિના એ.જી.વરીયા, એડવોકેટઅશોક જગતાપ તથા શૈલેષ ગાંવિતે બાળકોને લગતા કાયદાઓથી માહિતગાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...