કામગીરી સામે સવાલો:આહવાથી શામગહાન ને.હા. પર ડામર પેચવર્કની કામગીરીમાં વેઠ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડામરના લેયર ઠેરઠેર ઉખડી જતા કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે

ડાંગ જિલ્લાનાં આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઇજારાદાર અને અધિકારીઓની મિલીભગતમાં તકલાદી ડામર પેચવર્ક કરાતા સરકારી ગ્રાંટ નિર્થક સાબિત થઇ છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાથી શામગહાન થઈને બોરખલ અને આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચોમાસામાં ઠેરઠેર ખાડાઓ પડી ગયા હતા. હાલમાં થોડા દિવસ પૂર્વે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ નવસારી-ડાંગ દ્વારા આહવાથી વાસુર્ણા ફાટક સુધીનો માર્ગ એક લેયરનો ડામર સપાટીમાં ફેરવી નવિનીકરણ કર્યો હતો.

જેમાં પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર અને સેઝ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીની સાંઠગાઠમાં આ માર્ગમાં ઠેરઠેર ડામરનાં લેયર ઉખડી ગયા છે. હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વાસુર્ણા ફાટકથી શામગહાન સુધી ડામર પેચ વર્કની કામગીરી એક એજન્સીને સોંપવામાં આવ્યો છે અને આ એજન્સીએ આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ડામર પેચવર્કનો પણ પ્રારંભ કર્યો છે પરંતુ અહીં પેચવર્કની કામગીરીમાં ઈજારદાર દ્વારા હલકી કક્ષાનો ડામર મિશ્રિત માલ સામાન વાપરી નકરી વેઠ જ ઉતારતા સરકારી ગ્રાંટ નિર્થક સાબિત થવા પામી છે. સાથોસાથ આ માર્ગમાં સુપરવિઝન માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેર કે એસ.ઓની ટીમ ફરકતી નથી. ઘણા સમયથી આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચાલી રહેલી ગેરરીતિ સામે લાલ આંખ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની લાપરવાહીનાં પગલે આહવા-શામગહાન માર્ગમાં વારંવાર અકસ્માત પણ સર્જાઈ રહ્યા છે તેમજ અધિકારી નવસારીમાં જ પડી રહેતા હોય સાપુતારા-શામગહાન-આહવ ાથી સોનગઢને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હાલમાં રામ ભરોસે જોવા મળી રહ્યો છે. બે વર્ષથી ચોમાસામાં આ રસ્તાનું ધોવાણ થવા છતાં તેનું પુરાણ નહીં થતા હાલ ડાંગના રસ્તાઓની આવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...