અકસ્માત:ડાંગમાં લશ્કર્યા નજીક જીપમાં આકસ્મિક આગ, જ્યારે સાપુતારા ઘાટમાં ટ્રક પલ્ટી

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીપમાંથી ચાલક બહાર નીકળી જતા હેમખેમ, બીજી ઘટનામાં ટ્રકના માલ-સામાનને નુકશાન

ડાંગ જિલ્લાનાં લશ્કર્યા નજીક બોલેરો જીપમાં આકસ્મિક આગ લાગી હતી. જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાં ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.ડાંગ જિલ્લાનાં આહવાથી માદલબારી ગામ જઈ રહેલ બોલેરો જીપમાં લશ્કર્યા ગામ નજીક શનિવારે આકસ્મિક આગ લાગતા ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહીં સ્થળ પર બોલેરો જીપમાં આગ બેકાબુ બની પ્રસરી જતા બળીને ખાખ થઈ ગઇ હતી. જોકે જીપમાં કોઈ પેસેન્જર નહીં હોય જેથી ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો હતો.

જ્યારે બીજા બનાવમાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં માલસામાનનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્ર નાં નાસિક તરફથી શનિવારે માલસામનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક (નં. એમએચ-12-એચડી-2893) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક સહિત માલ સામાનનાં જથ્થાને નુકસાન થયું હતું. જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો મળી હતી.

અન્ય સમાચારો પણ છે...