ટેમ્પો ખીણમાં ખાબક્યો:સાપુતારા ઘાટ માર્ગ પર દ્રાક્ષના ટેમ્પોને અકસ્માત નડ્યો, રસ્તા પર દ્રાક્ષના કેરેટ વેર-વિખેર

ડાંગ (આહવા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ગામ નજીક ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં આયસર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા દ્રાક્ષ ભરેલ ટેમ્પો ખીણમાં ખાબક્યો હતો. ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પર દ્રાક્ષના કેરેટ વેર-વિખેર થયેલા જોવા મળ્યાં હતા.

માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો ગોઝારો વળાંકમાં નાસિકથી નડિયાદ જતો આઇસર ટેમ્પો સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાયા બાદ ટેમ્પો ફંગોળાઈ ખીણમાં ખાબક્યો હતો. જોકે ચાલકે ચાલુ વાહને કૂદી પડતા ચમત્કારિક બચાવ થવા સાથે દ્રાક્ષનો જથ્થો વેર વિખેર થતા માર્ગ ઉપરથી પસાર થતાં લોકોએ દ્રાક્ષની લૂંટ ચલાવતા ખેડૂતને આર્થિક નુકસાની ભોગવવાની નોબત ઉભી થઇ હતી. સાપુતારાથી શામગહાન સુધીનો ઘાટ માર્ગમાં તીવ્ર વળાંક અને ઢાળને કારણે અવરનવર અકસ્માતો સર્જાતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...