દુર્ઘટના:વઘઇના ગીરાધોધ નજીક અકસ્માત, બાળાનું મોત

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની વઘઇનો પરિવાર શિરડી જઇ રહ્યો હતો

નાની વઘઇથી પરિવાર સાથે શિરડી સાંઈબાબાના દર્શને જવા નીકળેલા પરિવારની નવી નંબર વગરની ઇકોને ગીરાધોધ ફાટક પાસે અકસ્માત નડ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. જ્યારે અન્યોને ઈજા થતાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

ડાંગ જિલ્લાના વેપારી મથક વઘઈ નાની વઘઈના રહેવાસી ધીરેનભાઈ કનુભાઈ નાયકા (ઉ.વ. 33) ગત 12મી નવેમ્બરના રોજ તેના સગાસંબંધીઓ સાથે પોતાની ઇકો લઈને સાંઈબાબાના દર્શન માટે શિરડી જવા માટે નીકળ્યા હતા. તેમનો મિત્ર પ્રદિપકુમાર ઈકો ચલાવતા હતા. તે દરમિયાન ગીરાધોધક ફાટક પાસે વઘઇ-સાપુતારા રોડ પર ઈકો બેકાબુ બનતા બે પલટી મારી ગઈ હતી.

જેમાં સવાર પરિવારજનો ગાડીમાં ફસાઈ ગયા હતા. જેમને રાહદારીઓએ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વઘઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વાંસદા, ચીખલી અને વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં નાની બાળકી સૃષ્ટિને માથાના ભાગે વધુ ઈજા પહોંચતા સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન ગતરોજ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય પરિવારજનો ને નાની મોટી ઇજા થતા વલસાડની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...