દુર્ઘટના:ખાતળ-કલમખેત વચ્ચે જીપ-બાઈક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું મોત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઘઇ તાલુકાના ખાતળ-કલમખેત ગામ બચ્ચે ગતરોજ રાત્રે બાઈક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા તેમની પત્નીને ઇજા થતા સારવાર અર્થે દાખલ કરાઇ હતી.

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દિવડ્યાઆવન ગામના રહેવાસી સનત્યા ભાઈ પાંડુભાઈ પવાર (ઉ.વ. 51) અને તેમની પત્ની વિમલાબેન (ઉ.વ. 48) ગતરોજ રાત્રે 10.30 વાગ્યે પોતાની બાઈક (નં. જીજે-30-B-2773) પર સવાર થઇ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા.

તે દરમિયાન ખાતળથી કલમખેત જવાના રોડ પર સામેથી પૂરપાટ ઝડપે આવતી મેક્સ જીપે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર સનત્યાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાને પગલે ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે વિમલાબેનને પગ તેમજ શરીરે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...