દુર્ઘટના:બેહડુંન ગામના યુવક પર વીજળી પડતા મોત

આહવા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક સુનિલ  વળવી - Divya Bhaskar
મૃતક સુનિલ વળવી
  • અન્ય એકને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઇ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે આ વરસાદમાં વીજળી પડતા એક યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે અન્ય એક વીજળી પડતા દાઝી જતાં તાત્કાલિક સારવાર અર્થે આહવા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યું હતું. જોકે એક યુવાનના મૃત્યુથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

જિલ્લાના આહવાથી સુબીર રોડ પર આવેલા ગાયગોઠણ ગામે બે યુવાન સુનિલ માવજીભાઈ વાળવી બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર વીજળી પડતા સુનિલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતા તેને તાત્કાલિક આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવમાં આવ્યો હતો. હાલ તેની હાલત સ્થિર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જોકે, વીજળી પડવાથી મૃત્યુ પામેલા બેહડુંનના સુનિલ વળવીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા તેમજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...