ડાંગ જિલ્લાના આહવા ખાતેના જંગલ નાકાથી આગળ વઘઈ માર્ગની બાજુમાં સ્મશાન નજીક ઉતરતા ઢાળની ઝાડીમાં એક અજાણ્યા 27 વર્ષીય યુવકની લાશ ડીકંપોઝ હાલતમાં મળી આવી હતી.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ શરીરે પાતળા બાંધાના ચાર ફૂટ ઊંચા અને શરીરે ટૂંકો ચડ્ડો તથા પીળા ભૂરા રંગની ડિઝાઇન વાળી ટી-શર્ટ પેહરેલી હતી. આહવાના પોલીસ મથકે આહવાના સામાજિક કાર્યકર ઝાકિર શેખે અકસ્માત મોત ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.